STORYMIRROR

Rekha Shukla

Classics Inspirational

4  

Rekha Shukla

Classics Inspirational

શિવજી

શિવજી

1 min
194

હે ચંદ્રમૌલિ ! હે ચંદ્રશેખર !

હે શંભુ ત્રિલોચન ! હે સંકટ-વિમોચન !

હે ત્રિપુરારિ અર્ચન !

જય જય હે શંકર, હે ભસ્માંગ-સુંદર !


હે પશુપતિ હરિહર,

તે શૈલરાજે કીધું છે દ્ર્ઢાસન,

ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન,

કંઠે ઘરી છે તેં સર્પોની માળા,

તવતાડવે બાજે ડમરૂ નિરાળા,


પ્રભુ ! વિશ્વ કાજે તે શિર ગંગ ધારી,

પર્વત-દુહિતાની પૂજા સ્વીકારી,

જગ-મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,

પીને હળાહળ તેં પથ કંઈ પ્રસાર્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics