રહી ગઈ
રહી ગઈ
હોંકારો સાંભળતાં, એ આખી વાત કહી ગઈ,
દિલની બધી વાત મારી, દિલમાં જ રહી ગઈ !
પ્રણયની ઊર્મીઓ એમ, મનમાં જ ઠરી ગઈ,
આંખોની ભાષા, વ્યક્ત કરવાની જ રહી ગઈ !
સપનાંમાં, મિલનની વાત, કરવાની રહી ગઈ,
અર્ધખુલ્લી આંખોમાં, આમજ, સવાર થઈ ગઈ !
લાગણીઓ મારી, સદા તડપતી રહી ગઈ,
'ચાહત' મારી ફક્ત, મારા દિલમાં જ રહી ગઈ !
