શીખવાની ઉંમર
શીખવાની ઉંમર
મારું નામ ના લેશો
હું છું વૃદ્ધ ડોસો,
શીખવાની તો ઉંમર ગઈ
હવે તમે પણ શું ખોશો ?
મારું નામ ના લેશો
હું છું વૃદ્ધ ડોસો,
ટક ટક આખા દિવસની
કચ કચ બહુ કરતો,
પાણીમાંથી પોરા કાઢવા
પણ કદી ના શીખતો,
મારું નામ ના લેશો
હું છું વૃદ્ધ ડોસો,
લોક કહે આ ડોસો કેવો
જીવવા નથી દેતો !
શીખતો નથી મેનર ને
મેનરમાં રહેવા કહેતો,
મારું નામ ના લેશો
હું છું વૃદ્ધ ડોસો.
