પ્રિયતમા મારી લીંબડાની ડાળી
પ્રિયતમા મારી લીંબડાની ડાળી
પ્રિયતમા મારી એવી એ જાણે લીંબડાની ડાળી,
કડવી છે બહુ એ, છતાંય લાગે મને બહુ ગુણકારી,
હેત ધરીને હાકોટે કેવી, હૃદયમાં તો જાણે પ્રેમસરિતા ઉભરાણી
વાત માનવાની તેની પણ, હવે એક અલગ મજા અનુભવાણી,
તીરછી નજરનો વાર એવો, જાણે કોઈ વફે ધારદાર કટારી
સ્નેહ છલકતું હૈયું એનું, જાણે મધની બોટલ આખી ઉભરાણી,
વ્હાલની સદા વરસતી એ વાદળી, પ્રેમનાં પૂરમાં તાણનારી
મનમાં ઉદભવતા વિકારોને, શુદ્ધ પ્રેમ નીર વ્હાલી કરનારી,
' રાજ ' હૈયામાં વસતી એવી, જન્મોજ્નમથી ચાંદપરી રાણી
ભલે હોય એ બહુ કડવી, તોય લાગે મને એ ગુણકારી !

