મેરુ સરીખા અડગ હોય મન શૂરાના
મેરુ સરીખા અડગ હોય મન શૂરાના
હે... જી.
મેરુ સરીખા હોય મજબૂત મનડાં એના હૈયે હોય ઝાઝી હામ
વિપત પડે ઈ ભાંગે ભીડ બીજાની પરકાજે જોખમમાં મેલે સ્વ પ્રાણ,
જો. ને ....
ધન્ય ધરાને ધન્ય વિરલા જેના હૈયે હામને બાવડે બળ હોય અપાર
વિનય વિવેક ઝાઝો ઈ સાચવે, બહેન દીકરીની બચાવે જે લાજ,
હે..જી...
મજબૂત મનના માનવી અને વળી મજબૂત હોય એની વાત
પડયાં વેણ ઝીલે સહુ એના, ઈ તો માના ઊજળાં ધાવણનો પ્રભાવ,
હે.. જી..
ચાખે ફ્ળ મહેનતનું સદાય જાણે અજાણે ધરતીનો આ માનવી
વાવે તેવું જ લણે સદાય સુખ દુઃખમાં ડૂબતો આ ધરાનો માનવી,
જો..ને....
સફળ સાચો ઈ માનવી જેના હૈયે ન હોય લગીર પણ અહંકાર.
દીન દુખિયા ભાળી સેવા કરે, ધર્મકાર્યમાં સદાય કરે ભાવથી દાન.
