દગો
દગો
આ દુનિયામાં દરેક કદમે, દગાની જાળ મુજને દેખાય છે,
આપણાં હોય કે પારકા હોય, તેમનાં વર્તનમાં દગો દેખાય છે,
વેપાર ઘંઘો કરવાનું વિચારૂં તો, તેમાં પણ દગાની ગંધ આવે છે,
પ્રમાણિકતાથી ધન કમાવવામાં પણ દગો જ મુજને દેખાય છે,
સૌનો સાથ નિભાવવો છે મારે, બધે સ્વાર્થી ચહેરા દેખાય છે,
કોની સાથે સંબંધ રાખવો કે તોડવો, બસ દગાની રમત રમાય છે,
કોઈની ઉપર વિશ્ચાસ મૂકવા જાઉં તો, દગાનો ઘંટારવ થાય છે,
પાળી પોષીને ઉછેર્યા હોય તે પણ, દગાનો ડંખ મુજને મારે છે,
પરેશાન છું આ દગા શબ્દથી, ચારે બાજુથી દગાનો ઘેરાવ છે,
દગાથી બચવા માટે "મુરલી", પ્રભુનો આશરો યોગ્ય લાગે છે.
