ક્યાંય નો ન રહ્યો
ક્યાંય નો ન રહ્યો
તેને જોઈને હું ખુબ દિવાનો બની ગયો,
તેની મુલાકાત કરવા આતુર બનીને,
તેનો પ્રેમ મેળવવા હું તરસ્યો બની ગયો,
તેની વાટ જોવા હું રસ્તે રોકાઈ ગયો,
તે મળશે કે નહીં તેના વિચારમાં ડૂબીને,
અંતે વાટ જોઈને હું નિરાશ થઈ ગયો,
તેને શોધીને શોધીને હું જખ્મી થઈ ગયો,
પથ્થરની ઠોકર લાગતાં નીચે પટકાઈને,
તેના પ્રેમ માટે હું પ્રેમનો રોગી બની ગયો,
તેના પ્રેમનાં સપનાઓમાં હું ડૂબી ગયો,
તેને બીજાની સાથે ઉદ્યાનમાં જોઈને,
તેના પ્રેમના વહેમમાં હું બેચેન બની ગયો,
તેનો પરિચય કરવાનું જ હું ભૂલી ગયો,
પ્રેમનો મારો સૂર બેસૂરો થતાં જોઈને,
"મુરલી" તેના પ્રેમમાં હું ક્યાંય નો ન રહ્યો.

