સ્વપ્ન
સ્વપ્ન
હું એક સ્વપન છું, રોજ રાત્રે નિદ્રામાં આવું છું,
સૂતેલા માનવીની નિદ્રાને, પળમાં બગાડી નાખું છું.
ધણીવાર હું માનવીને, મારી દુનિયામાં લઈ જાઉં છું,
નિદ્રામાં સુંદર દૃશ્યો દેખાડીને હું, મારી પાછળ દોડાવું છું.
ઘણીવાર માનવીને હું, માલામાલ કરી નાખું છું,
ઘણીવાર હું માનવીને નિરાશ પણ બનાવી નાખું છું.
ઘણીવાર હું માનવીને આસમાનમાં ઊંચે ઊડાડું છું,
ઘણીવાર હું માનવીને નીચે પછાડી રડાવું પણ છું.
હું તો એવું સ્વપ્ન છું "મુરલી", કોઈ વાર સાચું પડી જાઉં છું,
ઘણીવાર હું મારામાં ડૂબાડીને રેતીની જેમ સરી જાઉં છું.
