ફિકર નથી
ફિકર નથી
તુજ સંગ હું નજર મેળવવા ઈચ્છી રહી છું,
ભલે ઘાયલ બની જાઉં તો પણ ફિકર નથી,
શોધી રહી છું હું તુજને નગરની ગલીઓમાં,
ભલે પગમાં છાલા પડે તો પણ ફિકર નથી,
સપનામાં હું તારો ચહેરો નિરખવા ઈચ્છું છું,
ભલે સપનું ખોવાઈ જાય તો પણ ફિકર નથી,
પ્રેમથી આવીને વાલમ મારા ચહેરાને રંગી દે,
ભલે આયનો તૂટી જાય તો પણ ફિકર નથી,
"મુરલી"ને તારા દિલમાં તું પ્રેમથી વસાવી લે,
ભલે હું જીવતા કફન બનું તો પણ ફિકર નથી.

