ઉજાસની અમીરાત
ઉજાસની અમીરાત
તૈયારી કરૂં છું તેના સ્વાગત માટેની હું,
મહેકતા ફૂલોથી ઘર સજાવી રહ્યો છું,
તેના આવવામાં વિલંબ થવાને કારણે હું,
ફૂલોને મુરઝાયેલાં નજરે જોઈ રહ્યો છું,
નભના વાદળોનું કાજલ બનાવીને હું,
તેના નયનોમાં આંજવા વિચારી રહ્યો છું,
વાદળોને એકઠા કરવા જાઉ છું તો હું,
તે વરસી જતાં તરબતર બની રહ્યો છું,
રૂમઝૂમ કરતી તેને આવતી જોઈને હું,
તેને પ્રેમભર્યું આલિંગન આપી રહ્યો છું,
તેનું સપનું પુરૂં કરવા મેં તેને પૂછ્યું તો હું,
તેના મુખ પર મધુર સ્મિત જોઈ રહ્યો છું,
સપનું પુરૂં કરવાનું તેને વચન આપીને હું,
તેની માંગણી સાંભળીને વિચારી રહ્યો છું,
તેણે માંગી ઉજાસની અમીરાત "મુરલી" હું,
તે પુરૂ કરવા ઘરને આગ લગાવી રહ્યો છું.

