કલમ બોલે છે
કલમ બોલે છે
મારા કવિની પ્રિય કલમ છું હું,
કવિના ભાવને મારામાં ઉતારૂં છું,
લખેલી રચનાઓનું પઠન કરાવીને,
મારા કવિની વાહ વાહ બોલાવું છું,
શ્રૃંગારીક લખાણો લખીને હું,
પ્રિયતમાનું દિલ પીગળાવું છું,
મારા લખાણને પ્રેમથી વંચાવીને હું,
દિલમાં પ્રેમની જ્યોત પ્રગટાવું છું,
વિરહના લખાણ કવિ લખે તો હું,
વાંચનારને અશ્રુઓ વહાવડાવું છું,
આક્રોશભર્યા લખાણ લખીને હું,
લડાઈ ઝગડાઓ પણ કરાવું છું,
મારા કવિનું માન જાળવવા હું,
કાગળ પર લખાઈને ઘસાઈ જાવ છું,
કવિની વફાદારી નિભાવવા "મુરલી",
હમેશા હું સાવ ખાલી થઈ જાવ છું.
