પ્રેમમાં પાયમાલ
પ્રેમમાં પાયમાલ
જીવનમાં ન જોયેલ સપનાંઓ અચાનક સફળ થાય છે,
વફાદાર બનીને આવેલા સાથે પ્રેમનો તંતુ બંધાય જાય છે.
પ્રેમભર્યું જીવન જીવતા સૌને સ્વર્ગનો અહેસાસ થાય છે,
પ્રેમના મોહમાં ડૂબી જતાં હંમેશાં મદહોશ બની જવાય છે.
લાગણીથી કરેલો સાચો પ્રેમ જીવનને અજવાળી જાય છે,
ખીલેલી વસંતની જેમ તેની મહેક ચારે દિશામાં ફેલાય છે.
જિંદગીની આ સુંદર પળો હંમેશા આમ જ વીતી જાય છે,
પ્રેમના મોહમાં ડૂબીને પાત્રને ઓળખવાનું ભૂલી જવાય છે.
ફરેબી પ્રેમમાં ફસાઈને તે બેવફાઈનો શિકાર બની જાય છે,
"મુરલી" પ્રેમમાં બદબાદ થઈને જીવતા કફન બની જાય છે.

