છેલ છબીલી
છેલ છબીલી
નગરમાં ઓચિંતો અંધકાર ફેલાતા,
જાણે રાત અમાસ જેવી થઈ ગઈ,
તેના ચમકતાં ચહેરા સાથે પ્રવેશ થતાં,
અદૃભૂત રોશની નગરમાં ફેલાઈ ગઈ.
નગરનો સુંદર નઝારો જોતો હતો ત્યાં,
તે મારી પાસે આવીને ઊભી રહી ગઈ,
ઘાયલ બન્યો હું તેની તિરછી નજરથી,
નજરના જામ છલકાવી ભીંજવી ગઈ.
દિલની ધડકન મારી તેજ બની જતાં,
પ્રેમભર્યું આલિંગન મુજને આપી ગઈ,
તેના નિખરતાં યોવનની મહેકના જાદુથી,
મુજને તેના મોહમાં ભ્રમર બનાવી ગઈ,
નગરના માર્ગ સૌ આ પ્રણય દ્રશ્ય જોતાં,
વાયુ વેગે નગરમાં આ વાત ફેલાઈ ગઈ,
તેની છેલ છબીલી અદાઓથી "મુરલી",
આખા નગરમાં તે હંગામો મચાવી ગઈ.

