STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

તારા વિના

તારા વિના

1 min
149

એવું નથી કે દિન મારો પસાર થતો નથી,

પણ તારી મુલાકાત કર્યા, મળ્યા વિના,

હર પળ મુજને વિરહ જેવી લાગે છે,


એવું નથી કે રાતલડી મારી વીતતી નથી,

પણ તારા ચહેરોને નિરખ્યાં વિના,

આ પૂનમ મુજને અમાસ જેવી લાગે છે,


એવું નથી કે મુજને ઉદ્યાન ગમતું નથી,

પણ તુજને ઉદ્યાનમાં નિરખ્યાં વિના,

આ ઉદ્યાન મુજને ફિક્કું જેવું લાગે છે,


એવું નથી મારૂં દિલ પ્રેમથી ધડકતું નથી,

પણ તારી સાથે તાલ મેળવ્યા વિના,

મારૂં દિલ મુજને પથ્થર જેવું લાગે છે,


એવું નથી કે હું તારો સાદ સાંભળતો નથી,

પણ તારો મધુર સાદ સાંભળ્યા વિના "મુરલી", 

મારી ગઝલ પણ મુજને અધૂરી લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance