STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

પાયમાલ

પાયમાલ

1 min
137

ડૂબ્યો હતો તારા પ્રેમમાં હું,

તું બેવફા સનમ સાબિત થઈ,

જાળ પ્રપંચની પાથરીને મુજને,

હંમેશા પાયમાલ તું કરતી ગઈ,


સપનાં સજાવી બેઠો હતો હું,

અરમાન દિલના તોડતી ગઈ,

મિલન માટે બોલવીને મુજને,

અંધકારમાં તું ધકેલતી ગઈ,


તારા રૂપનો દિવાનો હતો હું,

મોહમાં મુજને ફસાવી ગઈ,

ફરેબી પ્રેમમાં ડૂબાડી મુજને,

તારો ગુલામ તું બનાવતી ગઈ,


નફરત તુજને કરી રહ્યો છું હું,

નયનોમાં આંસુ વહાવતી ગઈ,

જીવન બરબાદ કરીને "મુરલી",

કફન મારૂં તું સજાવતી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance