મુજને ફરિયાદ છે
મુજને ફરિયાદ છે
જ્યાં જ્યાં હું નજર નાખું છું હું,
ત્યાં મુજને ફરિયાદ જ દેખાય છે,
પરિવાર જનોની સામે જોઉં છું તો,
તેમની પણ મુજને ફરિયાદ છે,
વિચારોમાં ડૂબી ઉજાગરા કરૂં છું હું,
ત્યાં મનમાંથી ફરિયાદ સંભળાય છે,
સવારે ખૂબ મોડો ઉઠેલો જોઈને,
પત્નિની પણ મુજને ફરિયાદ છે,
મંદિરમાં દર્શન કરવા જાઉં છું તો,
ત્યાં મુજને ફરિયાદ સંભળાય છે,
મારો ઉતરેલો ચહેરો જોઈને,
પ્રભુની પણ મુજને ફરિયાદ છે,
કંટાળીને કામ કાજે જાઉં છું હું,
ત્યાં મુજને ફરિયાદ સંભળાય છે,
કચેરીમાં મોડો પહોંચેલો જોઈને,
અધિકારીની પણ મુજને ફરિયાદ છે,
ફરિયાદોનો અંત લાવવા જાઉં છું હું,
ત્યાં નવી ફરિયાદ મુજને સંભળાય છે,
ફરિયાદોમાંથી મુક્ત થવાતું નથી "મુરલી",
એ જ મારી હંમેશા ફરિયાદ છે.
