નફરતનો શિકાર
નફરતનો શિકાર
નજર મેળવવા જતાં હું ઠોકર ખાઈ ગયો
પ્રેમના આ પંથમાં હું ગમગીન બની ગયો,
શેરીઓમાં ભટકીને હું ઘાયલ બની ગયો,
તેનો પ્રેમ મેળવવા હું દિવાનો બની ગયો,
તેના હૃદયનો તાલ મેળવવાનું હું ચૂકી ગયો,
મારો તાલ ન મળતાં તે બેતાલો બની ગયો,
તેની નયનોની ભાષા સમજવાનું ભૂલી ગયો,
અબુધ બની તેની સામે હું જોતો રહી ગયો,
તેના પ્રેમના વહેમમાં હું પાયમાલ થઈ ગયો,
"મુરલી" તેની નફરતનો હું શિકાર થઈ ગયો.

