તારા જ પ્રેમમાં
તારા જ પ્રેમમાં
તારી રાહ જોવાનું કદી નહીં છોડીશ હું,
તારી મળવાની આશા કદી નહીં મુકીશ હું,
ભલે તું મજને કદી પણ ન મળે વાલમ,
મારા મનથી નિરાશ કદી નહીં બનીશ હું,
રોજ રાતે ઉજાગરા કરતો રહીશ હું,
તારા જ વિચારોમાં ડૂબતો રહીશ હું,
ભલે તું મુજને સપનામાં ન આવે વાલમ,
તારી મુલાકાત માટે તડપતો રહીશ હું,
તારા નામનો પોકાર કરતો રહીશ હું,
શહેરની ગલીઓમાં શોધતો રહીશ હું,
ભલે તું ચહેરો તારો છૂપાવી દે વાલમ,
તારી છબી દિલમાંથી નહીં ભૂંસીશ હું,
લોકોના પથ્થરો અને ઠોકરો સહીશ હું,
ઘાયલ બનીને આંસુઓ વહાવીશ હું,
ભલે તું મુજને સદાય નફરત કરે "મુરલી",
તુજને હરપળ પ્રેમ કરતો રહીશ હું.

