STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

પ્રેમની રમત

પ્રેમની રમત

1 min
3

ગજબની તડપ છે આ મિલનની,

પહેલા વાયદા કરીને બોલાવે છે,

વાટ જોવડાવી વાયદો તોડીને, 

નિરાશ બનાવી, તરસાવે છે,


ગજબનો છે આ જાદુ સુંદરતાનો,

પહેલા સુંદરતામાં ખૂબ ડૂબાડે છે,

આખરે બેવફાઈનો ખેલ ખેલીને,

નફરતની આગમાં સળગાવે છે,


ગજબની છે આ દિલની દિવાનગી,

પહેલા મનને અતિ બેચેન બનાવે છે,

ધર બીજા કોઈનું વસાવી લઈને,

આંસુઓની સરિતા વહાવે છે,


ગજબની છે આ પ્રેમની અસર,

પહેલા પ્રેમનો અહેસાસ કરાવે છે,

સપનાઓનો મહેલ દેખાડી "મુરલી",

પ્રેમથી જ પાયમાલ બનાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance