મહેફિલમાં રંગત
મહેફિલમાં રંગત
પ્રેમની ગઝલ ગાઈ રહ્યો છું હું,
તેમાં પ્રેમનો પંચમ સૂર લગાવી દે,
ગાતા ગાતા દિવાનો થયો છું હું,
તું મહેફિલમાં હવે રંગત લાવી દે,
દિલની ધડકન સંભળાવું છું હું,
તારી ધડકનનો તાલ તું મેળવી દે,
શ્વાસોની સરગમ વહાવું છું હું,
તું મહેફિલમાં હવે રંગત લાવી દે,
દિલનું મયખાનું ખોલી રહ્યો છું હું,
તારા પ્રેમની જામ તું છલકાવી દે,
જામમાં તરબતર બની જઈશ હું,
તું મહેફિલમાં હવે રંગત લાવી દે,
સૂર સને સાઝનો સાધક છું હું,
તારા રોમ રોમમાં તું અનુભવી લે,
પ્રેમની ગઝલમાં મગ્ન બનીને " મુરલી",
તું મહેફિલમાં હવે રંગત લાવી દે.

