તેજપુંજ ઝગારો
તેજપુંજ ઝગારો
અહો, વેરાયો અચાનક આભેથી તેજપુંજ ઝગારો,
ઝગે તહીં કોઈ ઉડનખટોલો રકાબી શો પુંજપથારો.
ઝગી ધરા, સીમાઓ તેજ ભરી અચરજ આંખમાં,
દીઠો કો અજબ શો આકાર, ઉતર્યો આભેથી મજાનો.
નિહાળી પરગ્રહવાસી, સૌ જન આંગળા નાંખે મોંમાં,
આ તો કેવી ગજબની લીલા, ભાળ્યો નવો જમાનો.
ભાળી ઉડન રકાબી, ગળે ના ઊતરે વાત માનતા,
તો યે આપે સૌ એલિયનને આંજી નાંખતો આવકારો.
જીવ્યા કરતાં જોયું ભલું, એ જાણી માણવું સાથમાં,
કયા ગ્રહનું અવતરણ, આવી પૃથ્વીમાં પામી વિસામો.
