STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

આ કલ્પના

આ કલ્પના

1 min
379

હકીકતથી જોજનો દૂર હોય છે આ કલ્પના,

વાસ્તવિકતાથી ખૂબ રંગીન હોય છે આ કલ્પના,


કદીક ખુશીઓ ભરી સફર કરાવે આ કલ્પના,

તો ક્યારેક દુઃખના મુલ્કમાં લઈ જાય આ કલ્પના,


શિયાળાનાં ઝાકળ જેવી છે આ કલ્પનાના,

હકીકત રૂપી સૂર્ય ઊગે તો નષ્ટ પામે આ કલ્પના,


અજબ ગજબ ગગનવિહાર કરવા આ કલ્પના,

ફરી હકીકતની ધરતી પર પટકાવે આ કલ્પના,


મેઘ ધનુષ્યનાં રંગો જેવી રંગીન હોય છે આ કલ્પના,

સત્યથી વેગળી તોય સુંદર હોય છે આ કલ્પના,


હૃદયના કેનવાસ પર સુંદર ચિત્રો દોરે આ કલ્પના,

વાસ્તવિકતાની વર્ષા થતાં રેલાઈ જાય આ કલ્પના,


ઝાંઝવાના નીર સમી હોય છે આ કલ્પના,

કદી તૃષા છીપાવી શકતી નથી આ કલ્પના.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy