STORYMIRROR

Kiran piyush shah "kajal"

Fantasy Others

4  

Kiran piyush shah "kajal"

Fantasy Others

નથી શકતો

નથી શકતો

1 min
248

અહી તારી કદર થાશે વિચારી પણ નથી શકતો

મનાવું કેમ મનને એજ ધારી પણ નથી શકતો. 


શરત મૂકી હતી એણે જરા થોભી જજો આગળ, 

હરિ ઈચ્છા કહીને ત્યાં નકારી પણ નથી શકતો. 


ધીરેથી બોલવું કે વાત કરતાં ખૂબ અચકાવું, 

 તને તમને કહેવું તો સ્વીકારી પણ નથી શકતો.


વિધાતા આજ તારા લેખ માથે મેખ માટે ત્યાં,

હથેળીમાં મળે રેખા નિવારી પણ નથી શકતો. 


દરદ હદથી વધુ ગમતું રહેવા દે એને હૈયે,

હરાવી આજ પીડાને એ ધારી પણ નથી શકતો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy