Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Fantasy

4  

Kiran piyush shah "kajal"

Fantasy

શું લખું ?

શું લખું ?

1 min
662


આ લડાઈ વ્યર્થ, ત્યાં પડકાર આપી શું લખું ?

હાથમાં એનાં પછી તલવાર આપી શું લખું ?


અસ્ત થાતો સૂર્ય જોઈ આંખ રડતી'તી સદા,

કાલ પાછો ઊગશે ચિતાર આપી શું લખું ?


આંખથી ઓઝલ થતાં દ્રશ્યો અહીં કનડે ઘણા,

આજ સઘળી વાતને આકાર આપી શું લખું ?


ઢાળ જોઈ દોડતી થઇ જિંદગી, ગમતી ઘણી,

રાહ કપરી લાગતા પગથાર આપી શું લખું ?


 મનવટો આપ્યો પછીથી વ્હાલ વાવી શું કરું ?

દુઃખ છે સ્વીકાર પણ ચિત્કાર આપી શું લખું ? 


આંખમાં તોફાન સંતાડી સખી રાખ્યું હતું, 

દ્વાર ખોલી એમને સત્કાર આપી શું લખું ? 


જળ ભરેલાં વાદળો સંતાડી શોધે છે હવે, 

આંખમાં છુપાય ત્યાં મલ્હાર આપી શું લખું ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy