STORYMIRROR

samir pancholi Official

Fantasy

4  

samir pancholi Official

Fantasy

આવ જલ્દી

આવ જલ્દી

1 min
374

બહુ થયું, હવે  કેટલી વાર છે ?

આવ જલ્દી ખુલ્લાં હૃદયદ્વાર છે 


હવે ડોકિયાં ના કર તુ મૂર્તિમાંથી 

આવ બહાર, મઝાનો સંસાર છે 


માની લીધું મેં અસ્તિત્વ તારું  

ના કર સાબિત, તું સાકાર છે 


કેવો લાગતો હશે તું અસલમાં 

જોવો તેને બસ એક જ વાર છે 


મેં તો નીરખ્યા છે મા-બાપ મારા 

કોણ કહે છે તું નિરાકાર છે ?


જોજે સાચવજે અહીં માનવથી 

આ તો તનેય વેચી ખાનાર છે 


ધીરજ ખૂટી 'સમીર'ની હવે તો 

તને ક્યાં એનો વિચાર છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy