Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

samir pancholi Official

Tragedy

4  

samir pancholi Official

Tragedy

એક તું જ નથી

એક તું જ નથી

1 min
257


છે પ્રાણ મારા, પણ હું જ નથી,

બધું જ છે, એક તું જ નથી, 


રક્ત માસ, તેં દીધેલા શ્વાસ 

બધું જ છે, એક તું જ નથી,


શીખ, પ્રેમ, ગુણ, યાદ તારી 

બધું જ છે, એક તું જ નથી,


વિત્ત, હેમ, રૂપું એમનું એમ 

બધું જ છે, એક તું જ નથી,


 તિથિ, તારીખ, રૂદન, અશ્રુ 

 બધું જ છે, એક તું જ નથી,


 ગગન, ધરા, ચાંદ, સિતારા

 બધું જ છે, એક તું જ નથી,


  ઘર-પરિવાર, સુત, ભાર્યા

 બધું જ છે, એક તું જ નથી,


  કલમ, ગઝલ, વિચાર, વિશ્વ  

  બધું જ છે, એક તું જ નથી,


 મંદિર, મૂરત દીસે નિષ્પ્રાણ 

 તુજ વિના ત્યાં કશું જ નથી,


 ઈશ્વર પણ હવે અટવાયો છે 

 જણવા એને, મા રેણું જ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy