રણ
રણ
આંખે વળગતું ધબકતું જીવન છે વેરાન રણમાં,
પછી ભલે ચાહે હોય રણ કચ્છ કે ગેબીના રણમાં.
ઝાંઝવાના જળને પીવાની તાકાત સમાયેલી છે રણમાં,
ઊંટ વહાણને તરવું વગર પાણીએ વેરાન રણમાં.
દિશાઓ બધી ધૂંધળી લાગે મરુસ્થલ વેરાન છે રણમાં,
વંટોળીઓ ને વાવટો, ધૂળની ડમરી ઢગ વળગે રણમાં.
જેને આવડે છે ચાલતા ડગ ભરતા જીવન વેરન રણમાં,
તે શક્તિઓ ખુમારીથી કમળ ખીલવે ઝાંઝવાના જળમાં.
પાણી કરસર ને વાતોની કસબ સાથે જીવન ઘડાય છે રણમાં,
કાચા પોચા માનવી ન જીવી શકે જીવન વેરાન રણમાં.
કંઈક સંસ્કૃતિનો વગડો ચિત્રાયેલો રણ મેદાને છે રણમાં,
જો તકદીરે લખેલું રણ તો ખુમારીથી જીવી લેશો જીવન રણમાં.
