Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance Fantasy

4  

Parag Pandya

Romance Fantasy

ટપાલી

ટપાલી

1 min
258



આ બ્રેકઅપ પછીનો પત્ર હશે નહીં ? બોલ્યો ટપાલી,

હા, પણ તમને ખોલ્યા વગર કેવી રીતે પડી ખબર ?


'સરનામું બદલાયું છે' કરીને પરત આવે, બોલ્યો ટપાલી,

એટલે અમે સમજી જ જઈએ સંબંધ પર પૂર્ણવિરામ !


કોરોકટ મોકલ્યો'તો, નવું પરબીડીયું આપી હસતો ટપાલી,

એ જ કાગળ બે આડા લીસોટાવાળું પામી થયું આશ્ર્ચર્ય !


હવે જ્યાં દેખાય વહેતી સરિતા ત્યાં નાવ નાંખી દો એવું,

બોલ્યો ટપાલી, નાનકડી જીંદગી મસ્તી થોડી ઓર કરી લે !


જરા ઈશારો શું કર્યો આકાશનો ચાંદ ફિદા, બોલ્યો ટપાલી,

થયો તારા જેવા જમીનના સિતારા પર એવું તું ધારી બેઠો !


સમયના વહેણમાં સંબંધ ઓળખની અસ્મિતા બની છે,

બોલ્યો ટપાલી, પ્રવાહમાં ઓટની રાહ જો ઓળખ માટે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance