STORYMIRROR

bina joshi

Romance Fantasy

4  

bina joshi

Romance Fantasy

કેમ લખી કહું

કેમ લખી કહું

1 min
283

વાતોમાં કેટલી ક્ષણ પસાર થઈ જાય છે,

મધદરિયે તરતું વાણ પસાર થઈ જાય છે.


સપને દેખાતું સુંદર વર્ણન કેમ લખી કહું,

વર્ણન લખવા બેસું સ્મરણ થઈ જાય છે.


મન ભરીને જોયુ સપનુંને ઝબકી જાવ છું,

શું એંધાણ હશે એમાં મન ગરકી જાય છે.


યાદ કરૂં ઉઠીને સપનાને હું ખુદ ભુલી જાવ,

આંખ બંધ કરુંને ઘમસણ થઈ જાય છે.‌


એ મોહક સપનાંને યાદ કરતી "આકર્ષા"

સપનું યાદ કરૂં ને પાંપણ ભારી થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance