STORYMIRROR

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

લાગણીઓ સાગર

લાગણીઓ સાગર

1 min
337

લાગણીઓના સાગરને વહેવા દે મિત્ર,

કેમ રાખે તું એને બાંધી ?

રહે જો બંધનમાં તો,

પાણીમાં પણ ભરાઈ જાય છે લીલ જાજી ! 


મિત્ર, પ્રેમની વ્યાખ્યા જો શોધું તો,

આખું જીવન પણ અધૂરું પડે એમ છે,

જો દોસ્તીને પ્રેમની વ્યાખ્યા આપીશ તો,

આ લાગણીઓ પણ ડહોળાઈ જાય એમ છે.


જો દબાવી રાખવામાં આવે તો,

સ્પ્રિંગ પણ ઉછળે છે જ ને અહીં.

દરિયા જેવી લાગણીઓના આવેશને,

કેમ તું રોકી રાખે છે અહીં ? 


વહેવા દે બસ ખોલીને એને અને,

મન ભરીને માણી પણ લે મોજને ! 

શાને કાજે તું રોકી રાખે છે લાગણીઓને ?

વ્યક્ત પણ કરી દેને ! 


જરૂરી તો નથી ને દરેક લાગણીઓનું

કોઈ ખાસ નામ પણ હોય ?

બસ વહેવા દેને અનામી મિત્રતા બનીને,

સાગરમાં સ્નેહની સરવાણી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational