શિક્ષક જેવા લાગો છો
શિક્ષક જેવા લાગો છો
ચિંતા ઘણી કરો છો મારી, ભોળા જેવા લાગો છો,
એંશી વરસની ઉંમરે બાપુ ઘોડા જેવા લાગો છો,
ધોળો નથી વાળ એકેય યુવાન જેવા લાગો છો,
પડ્યો નથી દાંત એકેય બળવાન ઘણા લાગો છો,
બન્યા હતા શિક્ષક તેથી શિક્ષક જેવા લાગો છો,
જીવ છો શિક્ષણના તેથી શિક્ષણકાર ઘણા લાગો છો,
નસીબે દગો દીધો હતો દરિયાદિલ જેવા લાગો છો,
ગરીબીએ ભીડો લીધો હતો ઝિંદાદિલ ઘણા લાગો છો,
કઠોર પરિશ્રમ કર્યો હતો સૈનિક જેવા લાગો છો,
પરસેવો ખૂબ પાડો છો સાહસિક ઘણા લાગો છો,
શીતળ લાગે છાંયો કેવો વડલા જેવા લાગો છો,
જુગ જુગ જીવો પિતા મારા વહાલા ઘણા લાગો છો.
