હે પ્રભુ
હે પ્રભુ
હે પ્રભુ,
નથી રહી કદર માનવને વરસાદના પાણીની;
માનવને કદર છે, તો પૈસાના પ્રસાદની,
હે પ્રભુ,
થાય છે બેબાકળો માનવ માયામાં;
કરે છે અબોલા સંબંધીઓની યાદોના,
હે પ્રભુ,
નથી રહેતું યાદ માનવને સંબંધને નિભાવવાનું;
રહે છે યાદ દરેકની નિંદા કરવાનું,
હે પ્રભુ,
નથી જોઈ શકતો માનવ સૂમેળ મિલનનો મોકો;
ઝઘડા કરવામાં નથી તારા જેવો બીજો જોટો,
હે પ્રભુ,
થઈ દરેક સંબંધોથી અળગા;
સતાવે છે એને વિયોગના વલખાં,
હે પ્રભુ,
એકલવાયા જીવનમાં મને તું સાચવજે;
'ધરા'ને ફરીથી ઊગવાનો એક મોકો આપજે.
