STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

પિતાજી મારા વ્હાલનો દરિયો

પિતાજી મારા વ્હાલનો દરિયો

1 min
300

મા સમાન જે સતત પ્રેમ વહાવે

ન કોઈ માન સન્માનની અપેક્ષા રાખે

એવા પિતાજી મારા વ્હાલનો દરિયો !


દુનિયાની હર મુસીબત સામે લડતા શીખવે

સંતાન માટે જે સર્વ સુખ હસીને તરછોડે

એ પિતાજી મારા વ્હાલનો દરિયો !


બાળકની આંગળી પકડી દોડતા શીખવે

ઘોડો બનીને બાળકને સવારી કરાવે

એ પિતાજી મારા વ્હાલનો દરિયો !


જેના થકી કુટુંબ હોય સહેલું ને ટકેલું

મમતાથી જેનું હૈયું છે માતા સમ ભરેલું

એ પિતાજી મારા વ્હાલનો દરિયો !


સૌની ખુશી પુરી સદા જે કરે રમતાં રમતાં

એ પિતાજી મારા વ્હાલનો દરિયો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational