મહા સ્નેહ જલધિ -પિતા
મહા સ્નેહ જલધિ -પિતા
આ વાત્સલ્ય ઝરણું અવિરત ક્યાંથી વહેતું ?
મુજ નયન પાળે દિવ્ય આશકા બની સજતું.
ખોળતી એ ગુપ્ત ગંગોત્રીનું સરનામું ભટકું,
મેળવતી ભાળ પિતાનાં ચરણે જઈ અટકું.
બાહ પસારી અગાધ સ્નેહજલધિ ઉર ધરું,
સમાઈ પિતાનાં હાથોમાં પરમ હૂંફ અંકે કરું.
પિતાનાં સ્નેહ તણી છત્રછાયામાં સદા ઢંકાઉ,
પામી આશિષ સર્વ વિઘ્નો પર વિજયી થાઉં.
અમુલખ સંસ્કારરત્ન એ મહાજલધિ થકી પામું,
મમ પિતૃદેવ ચરણે હું 'દિપાવલી' નિત પ્રણામું.
