STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

વર્ષા

વર્ષા

1 min
425

અસહ્ય ધોમમાં તપતી ધરતી, 

આસમાનથી જે આગ વરસતી, 

આટલું આટલું  સહન કરતી, 

પોતાના બાલુડાના દુઃખને જોતી, 

ક્યારે રાતે એકલી રડી લેતી, 

સવારેએ આસુંને ઝાકળ કહેતી.


આ ધરતીમા કોઈની રાહ જોતી, 

સબરીની જેમ પ્રતીક્ષા  કરતી, 

 એ આવવાના એંધાણ જાણતી,  

વાતાવરણ માં ઠંડક ફેલાતી, 

હવા પણ ખુશી માં ખુબ નાચતી,  

ને ધીરા પગલે ધીમેથી આવતી.


પા પા પગલી કરતા એ આવતી, 

ધરતી માતા ને ગલે લગાવતી, 

ભીની ભીની સોડમ ફેલાવતી 

દાઝયા પર મલમ લગાડતી, 

ઢોલ ને નગારા ખુબ વગાડતી, 

એ વર્ષા જયારે આગમન કરતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational