પિતા થકી
પિતા થકી
જેનો હું જગત પર એક, અંશ બનીને અવતરી હતી,
દુનિયા માટે ઝાંસીની રાણી, પણ પપ્પાની પરી હતી,
મારા પગલે-પગલે કરી પિતાએ ખુશીની ઢગલી,
મારી જરા તકલીફ એની આંખે, આંસુ થઈ ખરી હતી,
આ જન્મારો સાગર તોફાની, પિતા હતાં મુજ સુકાની,
બસ એની હિંમતનાં હલેસે, દરિયો ખારો તરી હતી,
જ્યારે-જ્યારે કોઈ અંધકારે, મારી રાહને ઘેરી વચારે,
ત્યારે-ત્યારે હર પગથારે, પિતાએ શ્રદ્ધાની જ્યોત ધરી હતી,
"હું છું ને બેટા !" આ શબ્દો બસ કાફી હતાં,
કોઈ મુસીબતનાં મારથી હું સ્હેજે ક્યાં ડરી હતી ?
કર્યુ હતું મારું જીવન ઘડતર, નિજ તણાં સંસ્કાર થકી,
વારસામાં દીધાં કાગળ-કલમ, 'ઝંખના'એ ઉડાન ભરી હતી.
