STORYMIRROR

Deep Bhingradiya

Inspirational Others

4  

Deep Bhingradiya

Inspirational Others

સમજણ

સમજણ

1 min
352

પંખા ને આળસ આવે, પવન કર્તવ્ય ભૂલે ?

કૂવો રિસાય જાય, છતાં પાણી કર્તવ્ય ભૂલે ?


મતભેદ થવા સામાન્ય છે, મનભેદ ના પણ હોય,

ભાઈ - ભાંડુઓનો મેળો છે, એમાં લાગણી સળગે નહિ ઉરે,


બગીચામાં ઊગેલ ફૂલો બધાજ, સરખા ન પણ હોય,

ઓછી હોય સુવાસ એકાદમાં, આકરી સજા હોય નહિ ભૂલે,


પથ્થરો તો ઘણા મળી આવે, બધાંની કંઈક જરૂર છે,

મૂર્તિ નહિ તો ઓટલો બને, ચકાસણી હોય નહિ રૂપે,


દરેક માનવ જુદો છે, વિચારો પણ છે જુદા,

સંબંધો ના અટકાવો, કંઈક નાની એવી ભૂલે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational