STORYMIRROR

Deep Bhingradiya

Abstract Inspirational

3  

Deep Bhingradiya

Abstract Inspirational

હું કેટલો બદલાઈ ગયો છું !

હું કેટલો બદલાઈ ગયો છું !

1 min
237

મિત્રોનો સાથ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો,

આજ સોશ્યિલ મીડિયા પર ગૂંચવાઈ ગયો છું !

હું કેટલો બદલાઈ ગયો છું !


ઠીકરાની પાટી અને માટીના પેનની મજા ને ભૂલીને આજ,

સ્માર્ટફોનની સ્ક્રીન સામે ગોઠવાઈ ગયો છું !

હું કેટલો બદલાઈ ગયો છું !


ગામડાના ખુલ્લા ખેતરો ને ભૂલીને આજ,

શહેરોમાં નાનકડા ઘરમાં પૂરાઈ ગયો છું !

હું કેટલો બદલાઈ ગયો છું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract