હું કેટલો બદલાઈ ગયો છું !
હું કેટલો બદલાઈ ગયો છું !
કુદરતના સર્જનનોને ભૂલીને આજ,
હું ટેકનોલોજીની રેસમાં લાગી ગયો છું,
હું કેટલો બદલાઈ ગયો છું !
ગામડાની સુંદર કેડીને ભુલીને આજ,
હું શહેરોની ટ્રાફિકમાં ફસાય ગયો છું,
હું કેટલો બદલાઈ ગયો છું !
મોજ - મજા ને મસ્તીની જિંદગી જીવતો હું આજ,
જવાબદારીઓની જાળમાં ફસાય ગયો છું,
હું કેટલો બદલાઈ ગયો છું !
ઠીકરાની પાટી અને માટીના પેનની મજાને ભૂલીને આજ,
સ્માર્ટફોનની સ્ક્રીન સામે ગોઠવાય ગયો છું !
હું કેટલો બદલાઈ ગયો છું !
મિત્રોનો સાથ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો ,
આજ સોશ્યિલ મીડિયા પર ગુંચવાય ગયો છું !
હું કેટલો બદલાઈ ગયો છું !
દેશ-દુનિયાની માહિતીથી સાવ અજાણ હું આજે,
દુનિયાદારીની ચોપડીઓમાં છપાય ગયો છું!
હું કેટલો બદલાઈ ગયો છું !
નિસ્વાર્થ ભાવે કામ અને મદદ કરતો હું આજે,
સ્વાર્થી લોકોની વચ્ચે સંપેડાય ગયો છું!
હું કેટલો બદલાઈ ગયો છું !
જુની બાળપણ ની યાદો ને ભૂલીને આજ,
હું ભવિષ્યના સપનાંઓમાં સમાય ગયો છું,
હું કેટલો બદલાઈ ગયો છું !
