શીખવું પડે છે
શીખવું પડે છે
જીવનમાં આગળ વધવા નવું શીખવું પડે છે,
અનુભાવો શોધવા જૂનું દફતર ફરી વીખવું પડે છે,
આકાંક્ષા તો અંબરે અડવાની છે બધાને,
અડતા પહેલા ચડતા શીખવું પડે છે,
જીવનમાં કેટલાય ઉત્તર-ચડાવ આવતા રહે,
સંજોગો સામે જાતને નિચોડતા શીખવું પડે છે,
ગરીબોની હાકણી કાઢતા પહેલા વિચારજો,
પેટ નો ખાડો પૂરવા જીવથીય જીતવું પડે છે,
વૃક્ષની ડાળીઓ પરના પર્ણોએ કહ્યું કે,
સંબંધોને સંભાળવા પવન સામે ઝઝૂમવું પડે છે.
