ઉલ્લાસ ઉરથી ગ્યો ખરી
ઉલ્લાસ ઉરથી ગ્યો ખરી
વરસાદ પણ લાગે અગન શાને સતાવે છે મને,
ઊના કરી ગ્યો ઓરતા, કાયમ રડાવે છે મને,
ઉલ્લાસ ઉરથી ગ્યો ખરી, બેચેન થઈને હું ફરું,
શમણાં સકલ ઉરથી ખરેલાં, એ ડરાવે છે મને,
યાદો તણાં અંબાર નટ થઈ નાચતાં સન્મુખ સદા,
ના જાય મારા રાત દિન કાયમ દળાવે છે મને,
વરસે નભેથી વાદળી ને ઉર વિયોગે ઝૂરતું,
દઈ દે મિલનનાં દાન આવી હસાવે છે મને,
થઈ મેઘ તું આષાઢનો વરસ્યા વગર શાને જતો,
હેલી બની જા ને હવે, શાને તપાવે છે મને.
