STORYMIRROR

Anjana Gandhi

Romance

4  

Anjana Gandhi

Romance

હું અને તું

હું અને તું

1 min
135

જીત છે પણ હાર છીએ હું અને તું,

છેવટે નાદાર છીએ હું અને તું.


એષણાંઓ સર્વ જો પૂરી થશે તો ?

એક દિલનાં તાર છીએ હું અને તું.


જિંદગીને આમતો જીવીજ જાશું,

છેવટે આધાર છીએ હું અને તું.


કેમ પીડા આમ પારાવાર દે છે ?

આંસુઓની ધાર છીએ હું અને તું.


માલમત્તા છોડતાં જાશું અહીં સૌ,

સાથનો આભાર છીએ હું અને તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance