હળવાશ ૧૬
હળવાશ ૧૬

1 min

23.3K
વિરહમાં સ્મરણની ભરી છે અદાલત,
કરી આંસુઓ એ હવે તો બગાવત.
વ્યથાઓ ને રસમો રિવાજો નડે સૌ,
બધાંયે મળીને કરી છે કયામત.
શમન વેદનાનું કરું તો શી રીતે ?
પજવવાની એને નિરંતર છે આદત.
સમાવી ચૂકી છું હ્રદયમાં ઉદાસી,
રહી મૌન ને બસ, કરું છું ઈબાદત.
કહી ના શકી હું તને વાત સામે,
ગઝલમાં કહું છું કરીને હિમાકત.
ભલે મારી વાતો ને હળવાશમાં લે !
ક્યાં માંગી કદીયે મેં તારી ઈજાજત ?
તું આકાશ છે તો ધરા છું અહીં હું,
તું મળજે ક્ષિતિજે, ભલે એ શરારત !