STORYMIRROR

Anjana Gandhi

Drama Fantasy

4  

Anjana Gandhi

Drama Fantasy

મૌન રહીને

મૌન રહીને

1 min
459

શબ્દને શણગારી સામે ધરું છું હું,

મૌન રહીને પછી નજર પાથરું છું હું..

શબ્દને શણગારી સામે ધરું છું હું..


વાદળી ઘેરાયેલી જરૂરથી વરસશે,

બની મોર દિલનાં ટહુકા ને પાથરું છું હું,

શબ્દને શણગારી સામે ધરું છું હું..


કદીક મારી નજરે ચડે જો તરસ એ,

એટલે વરસાદી બુંદો પર આયના ધરું છું હું,

શબ્દને શણગારી સામે ધરું છું હું..


નથી જીંદગી થી કોઈ પણ શિકાયત મને,

કેમ? કોણ? ક્યારે? શું કહેશે સૌ મને?

છોડી સૌ એ ફિકર ને હળવી ફરું છું હું..

શબ્દને શણગારી સામે ધરું છું હું..


Rate this content
Log in

Similar gujarati poem from Drama