ખ્યાલ નથી
ખ્યાલ નથી
જન્મો જનમની લાગણી સંભારી લીધી છે,
હતી જે મનના માળખે હવે ઉતારી લીધી છે,
આ પરિસ્થિતિ વિષમ પણ સુધારી લીધી છે,
હતી એ માસૂમિયત ક્યાંક આપી દીધી છે,
વિચારોના વમળ ને એક આંટી દીધી છે,
કોઈ તદ્દન જુદી શૈલી અપનાવી લીધી છે,
કોઈએ વિગતવાર જાણ કઢાવી લીધી છે,
અને સાથે નાની અફવા ફેલાવી દીધી છે,
હું સૌ સાથે જ બદલાયો હજુ છું,
એને પણ વાત કોઈથી જાણી લીધી છે,
હશે શું એતો હજુ કંઈ ખ્યાલ નથી,
લાગે જિદ્દ ખોટી એણે પાળી લીધી છે,
હોય વાસ્તવનો સંબંધ તો કહેજે કારણ,
જવાબદારીઓમાં જિંદગી મેં પણ વાળી લીધી છે.
