STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama

દીકરી મારી હેતની હેલી

દીકરી મારી હેતની હેલી

1 min
485

દીકરી મારી હેતની હેલી,

માત હિંચોળે હરખઘેલી.

     નિંદરમાં પોઢજે રે..... દીકરી...


રેશમની દોરી તાણી ઝુલાવે,

ગીત મધુરા ગાઈ સંભળાવે,

      હાલરડાની હલકે પોઢજે રે.

    દીકરી....


પારણીએ પોપટ ને ઘૂઘરા ઘૂમકે,

ગોળ ગોળ ફરતું ઝુમ્મર ચમકે.

       મુખ મલકાવી પોઢજે રે... દીકરી...


માતાની મમતા ને પિતાના પ્યારને,

ગુલાબી હોઠ, તારા ગુલાબી ગાલને,

     ચૂમતા, શાંતિથી પોઢજે રે... દીકરી...


આખો દિ'તું સુઈ રાતે જગાડતી,

મા-બાપની તું ઊંઘ બગાડતી,

       સુંવાળા રૂમાલમાં પોઢજે રે.... દીકરી..


ખરાબ નજરુથી, ભોળી મા રે ડરતી,

કાળું ટપકું તારા, ગાલે રે કરતી.

     રૂપાળી ઢીંગલી પારણીએ પોઢજે રે.

   દીકરી...


દીકરી મારી દેવની દીધેલ,

દીકરા જેમ એને મોટી કીધેલ,

        કાળજાના કટકા તું હિંચકે પોઢજે રે..

     દીકરી....


Rate this content
Log in

Similar gujarati poem from Drama