હૈયાની રમઝટ
હૈયાની રમઝટ
મુજ દિલમાં સુનેરી એક અનહદ,
ચોમેર ફેલાતી એ પ્રગાઢ ઉર્મિઓ,
છતાંય મૌન રાખી બેઠું છે દિલડું,
બસ આ નાજુક હૈયાની હળવાશ,
ક્ષણે ક્ષણે ઝંખું વ્હાલો તારો સાથ !!
મને ગમતી તારી અદાઓ મોહક,
બસ એમાં ન હોય વિરહ કદીકનો,
એક આશનું આ દિલડામાં સંઘરવુ,
એક કૂણા હૈયે રમઝટની મોઝાર,
મોકાનો એક મીઠેરો નવો ટહુકાર !!
ઝંખના છે નિર્દોષ હૈયે પારાવાર,
પ્યારનો હુલામણો લઉં વિસામો,
સ્મિતને મૌનનું રહસ્ય રહ્યું ઊંડું,
કેમ સમજવું એ મનનો તરખાટ,
રોમેરોમે પ્રસરાતું જોમ અપાર !!
