STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

ઝરૂખો

ઝરૂખો

1 min
249

ઝરૂખો એનો સાથી..

સોળ શણગાર સજી..

મનમાં રોજ નવી આશ ભરી..

ઝાંખી થતી દીવાની શગને..

હાથેથી સરખી કરી....

આંખોમાં આશને આંજી ..

ઊગતા સૂર્યને વધાવી..

ચંદ્રના આગમન સુધી

એની બેઠક..

ઝરુખાનો એ હિંચકો...


પગની ઠેસે હિંચકા સાથે...

અનેક શંકાઓને હડસેલતી..

પતિસેવા- ઘરકામમાં ચૂક કયારેય ન થતી...

રોજિંદા કામ સમયસર જ થતાં...

મહેલનુંમા હવેલીમાં...

કોઈ અભાવ જ નહોતો..

ભર્યુ ઘર ભર્યો સંસાર...

દીકરા વહુઓ ...

પૌત્રોની કિલકારી સતત ગુંજતી...

ઈચ્છા એની ..શબ્દ એનો હુકમ જ ગણાતો

તો પછી...


ઝરૂખે બેસી કોની વાટ નિહારતી..?

હસતી આંખોમાં એ ઉદાસી કેમ દેખાતી...?

કારણ કે

એ મા જો હતી...

એક સાસરવાયી દીકરીની...

જેને વિદેશે વળાવી..

સાત દરિયાપાર...

જોઈ છે બીજું કોઈ પ્રમાણ..

તેનાં ઝરૂખે બેસી વાટ નિરખવાનું....?

એનું મા હોવું જ મોટું પ્રમાણ નથી?


Rate this content
Log in

Similar gujarati poem from Drama