STORYMIRROR

Sheetal Bhatiya

Drama

3  

Sheetal Bhatiya

Drama

દિકરી છે ચંચલ

દિકરી છે ચંચલ

1 min
449

દિકરી છે ચંચલ, ઘુઘવતો પ્રેમનો સાગર !

વ્હાલપથી સદા છલકાતી એવી એ તો ગાગર!


થાય ઉછેર તેનો જો સંપૂર્ણ કે અધૂરું !

છતાંયે કામણગારું રુપ મલંકતું મધુરું!


માતા-પિતાની જવાબદારીમાં બને એ અડધો આધાર!

ભાઈ-બહેન કાજે એ તો ત્યાગનો અશ્રુ જ ચોધાર !


જન્મથી જ સંચાર થયો છે દિકરીમાં નવદુર્ગા શક્તિનો!

હરેક વિઘ્નને પડકારી દેતી એ તો રુપ હોય દૈવી ભક્તિનો!


જીવવાની ઝંખનાની જ્યોત પ્રજ્જવલ્લિત એ રાખતી !

બન્ને કુળ તારતી એ કેટલાય રુપોથી નારી સૌંદર્યમાં રાચતી!


કહેવાય છે દિકરીને લક્ષ્મીનો જ અવતાર !

એના પગલાથી ઘર સ્વર્ગ બને એવી એની રફ્તાર!

 દિકરી તો છે ઈશ્વરીય વરદાન...ઈશ્વરીય વ્હાલ!


Rate this content
Log in

Similar gujarati poem from Drama