STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

શબ્દોના મોતી ખર્યા

શબ્દોના મોતી ખર્યા

1 min
1

તારી જબાનથી શબ્દોના મોતી ખર્યા,

અમે તો અમારી ગઝલમાં એને પરોવ્યા,


તારી પ્રેમની ભાષામાં વાત્સલ્યના ઢગલા,

અમે જાણે એને હૈયાની તિજોરીમાં ભર્યા,


મળ્યો તારો મજાનો પ્રેમભર્યો આવકાર ને,

જાણે અમારા મુખડા મરક મરક થયા,


દિવાનગીની હદ તો જુઓ તમે અમારી,

અમે તો તમારી સાદગી પર પળપળ મર્યા !


ભવસાગરમાં ડૂબવાનો ડર હતો પણ,

અમને તો કિનારે જ કિંમતી મોતી મળ્યા,


ઈશ્વરની કૃપા તો જુઓ, માગ્યા એક પળ માટે,

માગ્યાવનભર માટે અમને મળી ગયા !


અમે તો કવિતામાં ફક્ત કલ્પના કરી હતી !

તેતો હકીકતમાં જીવનભર મારા થઈ ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract